વિશ્વ પર્યાવરણ દિવસ:દેરોલ પાસે આવેલાં તિરૂપતિ ઋષિવનમાં 11 મિનિટમાં 11 હજાર વૃક્ષો વાવી વર્લ્ડ રેકોર્ડ બનાવાશે

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિજાપુર નજીક દેરોલ પાસે આવેલ ઋષિવન ખાતે રવિવારના રોજ વિશ્વ પર્યાવરણ દિને ગ્રીન એમ્બેસીડર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 11 મિનીટમાં 11 હજાર વૃક્ષોનું વાવેતર કરી વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવનાર છે. આ પ્રસંગે 1.09 કરોડ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ, 1100 ગંગા સ્વરૂપ બહેનોને ધાબડા વિતરણ, 1100 બોટલ રક્તદાન સહિત ગ્રીન કમાન્ડોને નિમણુંકપત્ર ના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

પદ્મવિભુષણ સ્વામી સચ્ચિદાનંજી મહારાજની પ્રેરણાથી ગુજરાતના ગ્રીન એમ્બેસીડર જીતુભાઇ પટેલ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને જાળવણી માટે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત વિવારના રોજ વિશ્વ પર્યાવરણ દિન ઋષિવન ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ સહિતના અગ્રણીઓની હાજરીમાં 11 મિનિટમાં 11 હજાર વૃક્ષોનું વાવેતર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવાશે. પદ્મવિભુષણ સ્વામી સચ્ચિદાનજી મહારાજનું સન્માન, 11000 ગ્રીન કમાન્ડોને નિમણુંકપત્ર, 1100 ગંગા સ્વરૂપ બહેનોને ધાબડા વિતરણ , 1100 બોટલ રક્તદાન, 11000 વૃક્ષોનું વાવેતર તેમજ 1.09 કરોડ વૃક્ષોનું વર્ષ દરમિયાન વાવેતરના સંકલ્પ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમનું આયોજન ગ્રીન એમ્બેસીડર જીતુભાઇ પટેલ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રમુખ નિલેશભાઇ રાજગોર દ્વારા કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...