તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિસનગર શહેર પોલીસે દેળિયા તળાવ અને સવાલા દરવાજા પાસે રેડ કરી 7 શખ્સોને તેમજ તાલુકા પોલીસે ખંડોસણ ગામની સીમમાંથી 4 શખ્સોને જુગાર રમતાં ઝડપી લીધા હતા. પોલીસને જોઇ જુગારીઓમાં દોડધામ મચી હતી. પોલીસે ત્રણેય સ્થળોથી રૂ.17210ની રોકડ કબજે લઇ 11 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. વિસનગર અને તાલુકામાં ખુલ્લુઆમ જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી.પોલીસની રેડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
વિસનગર તાલુકા પોલીસે ખંડોસણ ગામે હાઇસ્કૂલની પાછળ ખુલ્લી જગ્યામાં રેડ કરી ગણેશ લવજીભાઇ ચાૈધરી, સંજય ઉર્ફે ટીના ગંગારામ પટેલ, રાજુ વાઘાજી ઠાકોર અને પરથી રમેશજી ઠાકોરને જુગાર રમતાં પકડી રૂ.11,100 રોકડ કબજે લીધી હતી. જ્યારે શહેર પોલીસે દેળિયા તળાવ નજીક રેડ કરી જુગાર રમતા ગણેશ અમરતભાઇ ભીલ (વડનગરી દરવાજા), સંજય લક્ષ્મણજી ભીલ, કાદરખાન હુસેનખાન શેખ, સલીમ ઉસ્માન ભાઇ મલેકને રૂ.2190 રોકડ સાથે પકડી લીધા હતા.
જ્યારે સવાલા દરવાજા નજીક રિક્ષા સ્ટેન્ડ પાછળથી ગૌતમ રાજેશભાઇ પટેલ (દીપરા દરવાજા), શૈલેશ ગોવિંદભાઇ પટેલ (રામનગર સોસાયટી) અને સેંધા શંકરલાલ પટેલ (આદર્શનગર સોસાયટી)ને રૂ.3920 રોકડ સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતા.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.