ધાર્મિક કાર્યક્રમ:વિસનગરમાં 108 કુંડી નવચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞનુ આયોજન કરાયું, સમાજને સારા યુવાનો આપવાનો પ્રયત્ન

વિસનગરએક મહિનો પહેલા

મહેસાણા ચોકડી ખાતે આવેલ મજૂર મંડળીના પ્લોટમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી પજ્ઞાપીઠ વિસનગરની ચતુર્થ શતાબ્દી નિમિત્તે વિરાટ 108 કુંડી નવચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞનું ત્રી દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાયત્રી પ્રજ્ઞાપીઠ વિસનગરને 40 વર્ષ પૂરા થતા તેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ધર્મની સાથે સમાજમાં સારા યુવાનો આપવાનો છે. આ કેમ્પમાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, વ્યસનમુક્તિ, પર્યાવરણ બચાવો સહિત પુસ્તક મેળાના સ્ટોલ બનાવવામાં આવ્યા છે. આ વિરાટ ગાયત્રી મહાયજ્ઞમાં વિસનગર સહિત દૂરદૂરથી ભાવિક ભકતો દર્શનનો લાભ લઈ રહ્યા છે.

આ ગાયત્રી પ્રજ્ઞાપીઠ વિસનગર દ્વારા આયોજિત 108 કુંડી મહાયજ્ઞમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન આર્યુવેદિક હોસ્પિટલ તેમજ મર્ચન્ટ હોમિયોપેથીક કોલેજ બાસણા દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રકારની હોમિયોપેથીક તપાસ કરવામાં આવી રહી છે. વિસનગર વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. તેમજ વ્યસનમુક્તિ, પર્યાવરણ બચાવો, પુસ્તક મેળો સહિતના સ્ટોલ બનાવામાં આવ્યા છે, જેનો ભાવિક ભક્તો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.

આ અંગે વિસનગર ગાયત્રી પ્રજ્ઞાપીઠના જયેશ કંસારાએ જણાવ્યું હતું કે ગાયત્રી પ્રજ્ઞાપીઠ વિસનગરને 40 વર્ષ પૂરા થયા તે નિમિતે 108 કુંડી મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્દેશ્ય એ છે કે અત્યારે વાતાવરણ અને પર્યાવરણ જે દૂષિત થઈ રહ્યું છે તેને સુધારવા માટે બીજો કોઈ વિકલ્પ નથી, સિવાય કે યજ્ઞ અને વૃક્ષારોપણ. વિસનગર ગાયત્રી પરિવાર દ્વારા 108 કુંડી મહાયજ્ઞમાં વ્યસનમુક્તિ, પર્યાવરણ બચાવો, બ્લડ ડોનેશન સહિત આ બધા જ કાર્યક્રમો સમાજને રચનાત્મક અને સામાજિક પ્રવુતિઓ દ્વારા સમાજને એવું કાર્ય બતાવવાનું છે કે સમાજને આ યજ્ઞ સીમિત જ નથી, પરંતુ સામાજિક પ્રવુતિઓ કરી સમાજ અને રાષ્ટ્રને એક સારા યુવાનો આપવાનો છે. તેમાં વિસનગર તાલુકો સાથે સાથે આજુબાજુના ગામડાઓ, તાલુકાઓ, જિલ્લા તેમજ અમદાવાદથી ભાવિક ભક્તો આવી સેવાનો લાભ લઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...