તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વિસનગર પાલિકાના વ્યવસાયવેરામાં 10 લાખનો ઘટાડો : મકાન ભાડાની 75 % વસૂલાત

વિસનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • ભાડુ નહી ભરનારા સામે અાગામી સમયમાં કાર્યવાહી કરાશે

વિસનગર પાલિકા દ્વારા લેવામાં અાવતા વ્યવસાયવેરામાં કોરોના મહામારીને લઇ ચાલુ વર્ષે 10 લાખ ઘટાડો થયો છે જ્યારે શહેરમાં પાલિકા દ્વારા બનાવાયેલ માર્કેટોની દુકાનોના ભાડાની 75 ટકા વસુલાત કરવામાં આવી છે. જ્યાં ભાડુ નહી ચૂકવનાર સામે આગામી સમયમાં કાર્યવાહી કરવાનું પાલિકાઅે જણાવ્યું છે.

વિસનગર શહેરી વિસ્તારમાં પાલિકા દ્વારા 27 માર્કેટોમાં બનાવાયેલ 947 દુકાનોનોનું વાર્ષિક ભાડુ પાલિકા દ્વારા ઉઘરાવવામાં અાવે છે જ્યાં પાલિકાની મકાન ભાડા કમિટી દ્વારા ભાડુ લેવાની શરૂઅાત કરવામાં અાવી હતી જેમાં વર્ષ દરમિયાન પાલિકાને 32 લાખની વસુલાત થઇ છે. અા અંગે પાલિકાના સુત્રોઅે જણાવ્યું હતું કે મકાન ભાડાની 75 ટકા વસુલાત થઇ છે જ્યારે રહી ગયેલ 25 ટકા દુકાનદારોને ભાડુ તાકીદે ચૂકવવા જણાવાયું છે અને ભાડુ નહી ચૂકવનાર દુકાનદારો સામે અાગામી સમયમાં કાર્યવાહી કરાશે.

જ્યારે વ્યવસાયવેરા વિભાગ દ્વારા દર વર્ષે નોન ગ્રાન્ટેબલ સંસ્થાઅો પાસેથી વેરો લેવામાં અાવે છે જેમાં ગત વર્ષે 96 લાખ વ્યવસાયવેરો પાલિકા દ્વારા લેવામાં અાવ્યો હતો જ્યારે ચાલુ વર્ષે 86 લાખ વ્યવસાયવેરો ઉઘરાવવામાં અાવ્યો છે જે અંગે પાલિકાઅે ચાલુ વર્ષે લોકડાઉન તેમજ કોરોના મહામારીને લઇ વ્યવસાવેરામાં ઘટાડો નોંધાયો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો