તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરપાલિકાની કાર્યવાહી:વિસનગરમાં 14 જાહેર સ્થળોએ દબાણો દૂર 10 દિવસની મહેતલ

વિસનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વારંવાર ટ્રાફિક થતો હોઇ નગરપાલિકાની કાર્યવાહી
 • નહીં હટાવાય તો દબાણદારના ખર્ચે દૂર કરાશે : સીઓ

વિસનગર હાઇવે વિસ્તાર અને શહેરમાં 14 સ્થળો ઉપર દબાણોને કારણે વારંવાર ટ્રાફિકજામ થતો હોઇ નગરજનોને હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતનો ભય રહેતો હોઇ શહેરીજનોમાં આવા જાહેર સ્થળોના દબાણો હટાવવા માંગ ઉઠી હતી. જેના પગલે પાલિકાએ આ દબાણકર્તાઓને નોટિસ પાઠવી દબાણ હટાવી લેવા જણાવ્યું છે. ચીફ ઓફિસર અશ્વિન પાઠકે જણાવ્યું કે, દબાણ 10 દિવસમાં નહીં હટાવાય તો પાલિકા દ્વારા કાર્યવાહી કરાશે.

આ સ્થળો પર દબાણ થયાં છે

 • પાલડી ત્રણ રસ્તાથી કડા ત્રણ રસ્તા
 • મહેસાણા ચાર રસ્તાથી દિપક ચાર રસ્તા
 • કાંસા ચાર રસ્તાથી વડનગરી દરવાજા
 • રેલવે સર્કલથી ત્રણ દરવાજા
 • ITI ચોકડીથી સવાલા દરવાજા બસ સ્ટેન્ડ
 • શિરડીનગર ચોકડીથી પાંચ આંબા થઇ આકાશ હોસ્પિટલ ચોકડી
 • આદર્શ હાઇસ્કૂલથી કમાણા ચાર રસ્તા
 • દીપરા દરવાજા ઢાળથી કડા ત્રણ રસ્તા
 • આદર્શ હાઇસ્કૂલથી વિજાપુર રોડ
 • નૂતન હાઇસ્કૂલથી એમ.એન. કોલેજ
 • બાયપાસના ફૂટપાથ પરના સાઇન બોર્ડ
 • દેળિયા અને મઘેક તળાવ આસપાસ
 • ગટીયાવાસની દીવાલ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો