કાર્યવાહી:વિસનગરમાં શેરબજારની ટીપ્સ આપવાના નામે ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાંથી 10 ઝડપાયા

વિસનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર પોલીસે કમાણા રોડ પર ગોમતીનગર સોસાયટીના રહેણાંક મકાનમાં રેડ પાડી, 2 ફરાર
  • ~ 2080 રોકડ, 20 મોબાઇલ, 3 વાહનો મળી 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

વિસનગર શહેરના કમાણા રોડ પર ગોમતીનગર સોસાયટીના રહેણાંક મકાનમાં શેરબજારની ટીપ્સ આપવાના નામે ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં શહેર પોલીસે રેડ કરી 10 શખ્સોને રૂ.1.78 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે 2 વોન્ટેડ સહિત કુલ 12 શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

ગોમતીનગર સોસાયટીમાં રહેતો ઠાકોર જીગર ઈશ્વરજી તેની બહેન કોમલના ઘરે બહારથી માણસો બોલાવી મોબાઈલ અને ડમી સીમકાર્ડ આપી લોકોના કોન્ટેક નંબરના લિસ્ટ મેળવી મોબાઇલ ઉપર માર્કેટ પ્લસ નામની એપમાં શેરબજારની વધ-ઘટ જોઈ ટીપ્સ આપી લાઇસન્સ વગર શેરબજારનો ધંધો કરતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પીઆઇ એસ.એસ. નિનામા, પીએસઆઇ એસ.આર. પટેલ, એએસઆઈ બળવંતસિંહ સહિતેે રેડ કરી 10 શખ્સોને રૂ.2080 રોકડ, 20 મોબાઈલ, 3 વાહનો મળી રૂ.1,78,580ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પોલીસે આ 10 આરોપીઓને ઝડપ્યા
1.ઠાકોર જીગર ઈશ્વરજી (ગોમતીનગર)
2.રબારી રવિ વિરમભાઈ (ઉમેદપુરી સોસાયટી)
3.ઠાકોર સંજય રણજીતજી (જમાઈપરૂ)
4.ઠાકોર વિવેક વિષ્ણુજી (ગોઠવા)
5.ચૌધરી અક્ષય રાજેન્દ્રભાઈ (યમુનાપાર્ક)
6.ભરથરી તુષાર પ્રતાપભાઈ (ગોમતીનગર)
7.ઠાકોર દિગ્વિજય ભરતસિંહ (યમુનાનગર)
8.ઠાકોર ગોવિંદ રમેશજી (આથમણો વાસ)
9.દેવીપુજક પ્રેમ દિનેશ (રાધેશ્યામ સોસા.)
10.ઠાકોર વિપુલ રાજુજી (રેલવે ક્વાર્ટર)

વોન્ટેડ 2 શખ્સો
1. ફરાર ક્રિપાલસિંહ
2. ઠાકોર દિપક ગાંડાજી​​​​​​​

અન્ય સમાચારો પણ છે...