સમસ્યા:વિસનગર ગંજ પાસે 1 કલાક ટ્રાફિકજામ

વિસનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાટક પાસે ભારે ટ્રાફિક જામ થઈ જતા વાહનચાલકો અટવાયા હતા. - Divya Bhaskar
ફાટક પાસે ભારે ટ્રાફિક જામ થઈ જતા વાહનચાલકો અટવાયા હતા.
  • રોજેરોજ થતાં ટ્રાફિકથી ચાલકો પરેશાન,ફાટક પહોળંુ કરાય તો ટ્રાફિકની સમસ્યા હલ થાય

વિસનગર ગંજબજાર રેલ્વે ફાટક પાસે સોમવારે સવારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. રોજેરોજ થતી ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવા ફાટકને પહોળુ કરવા માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, આ ફાટક પાસે અંડરબ્રિજ અને ઓવરબ્રિજ મંજૂર થયેલા હોવા છતાં કોઇ કાર્યવાહી નહીં થતાં રોષ ફેલાયો છે.

વિસનગર ગંજબજાર નજીક રેલ્વે ફાટક પાસે સોમવારે સવારે ગંજબજારમાં જતા આવતા તેમજ કાંસા ચોકડી તરફ જતા આવતા વાહનનો ખડકલો થયો હતો. એક કલાકની જહેમત બાદ ટ્રાફિક કર્મચારીઓએ ટ્રાફિકને થાળે પાડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, નૂતન સ્કૂલથી કાંસા ચોકડી તરફ જતા વાહનચાલકોનો ધસારો દિવસભર હોય છે. એમાંય ગંજબજારમાં આવતા અને જતા વાહનોનો ધસારો સવારે વધારે રહેતો હોઇ કાયમ ટ્રાફિક થાય છે. જેથી ગંજબજાર ફાટકને પહોળું કરાય તો આ સમસ્યાનો હલ આવી શકે છે. મહેસાણા-તારંગા બ્રોડગેજ લાઇન ઉપર આ ફાટક આવે છે, જેમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજ પણ મંજૂર થયો છે પરંતુ તેમાં પણ ઘણો સમય વીતી ગયો હોવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી. લોકો રોષે ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...