તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિકોમાં રોષ:વિજાપુરના પિલવાઇના વણકરવાસમાં 10 વર્ષથી પીવાના પાણી માટે વલખાં

વિજાપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયતથી કલેક્ટર કચેરી સુધી રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળતાં સ્થાનિકોમાં રોષ

વિજાપુર તાલુકાના પિલવાઇ ના ઈન્દીરાનગર, શંકરપરા વિસ્તારમાં હાઈવે વિસ્તારમાં 1200 જેટલા પરિવાર છેલ્લા દશ વર્ષથી પાણી વગર ટળવળી રહયા છે ગ્રામપંચાયતથી માંડી તાલુકા મથકે તેમજ કલેક્ટર કચેરી સુધી પીવાની પાણીની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રહીશો રજૂઆતો કરી ચૂક્યા છે. પાણી ની સુવિધાઓ મળે તે માટે બે લાખ ની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે પરંતુ પંચાયત દ્વારા કામગીરી માટે ગલ્લા તલ્લા કરવામાં આવતા હોવાનું સ્થાનીકો જણાવી રહ્યા છે. પીવાની પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે.

પિલવાઇ ના વણકરવાસ માં રહેતા વસંત આર ચૌહાણ ના જણાવ્યા મુજબ છેલ્લા દશ વર્ષથી લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહયા છે 15 વર્ષ પહેલા આરોગ્ય સુખાકારી પેટા વિભાગ દ્વારા પાણી ની પાઇપ લાઈન ટાંકીથી સીધા કનેક્શન સુધી નાખવામાં આવી હતી જેમાં રહેણાંક વિસ્તાર વધતા કેટલાંક બીજા કનેક્શનોના કારણે પાણીનું પ્રેશર ઘટતા પાણી રહીશો સુધી પોહચતું નથી. જેને લઇને તાલુકા વિકાસ અધિકારી ગ્રામપંચાયત પાણી પુરવઠા ગટર બોર્ડ વ્યવસ્થા સહીત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...