તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેક રિટર્ન થતા સજા:વિજાપુર કોર્ટે રૂપિયા 7 લાખની લોન પેટે ચેક રિટર્ન થતા મહિલાને 2 વર્ષ કેદની સજા ફટકારી,ધિરાણ ભરપાઈ ન કરે તો વધુ 6 માસની સજા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ક્રેડિટ સોસાયટીમાંથી લોન લઈ રૂપિયા પેટે આપેલો ચેક રિટર્ન થયો
 • ચેક રિટર્ન કેસમાં અસનાપુરની મહિલાને 2 વર્ષની સજા ફટકારાઈ

વિજાપુરમાં એકતા ક્રેડિટ સોસાયટીએ મહિલા ડિફોલ્ડર સામે કરેલ ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા પડી છે. મહેસાણા જિલ્લામાં નાગરિકોને આર્થિક રાહત મેળવવા માટે અનેક ક્રેડિટ સોસાયટીઓ કાર્યરત છે. ત્યારે તાજેતરમાં વિજાપુર તાલુકાના સોખાડા ગામે આવેલ એકતા કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાંથી અસનાપુરની સ્નેહલ પટેલ નામની મહિલાએ રૂપિયા 7 લાખનું ધિરાણ લીધુ હતુ.

ખાતેદારના ખાતામાં અપૂરતી સિલ્ક હોઈ ચેક રિટર્ન થયો હતો

સમય મર્યાદામાં ભરપાઈ ન કરતા અંતે તેમને ધિરાણ ભરવા માટે ચેક આપ્યો હતો. જે ચેક ભરતા ખાતેદારના ખાતામાં અપૂરતી સિલ્ક હોઈ ચેક રિટર્ન થયો હતો. અને મહિલાએ લીધેલ ધિરાણ ભરપાઈ ન થતા અંતે મહિલા ડિફોલ્ડર સામે ક્રેડિટ સોસાયટી દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવતા વિજાપુર કોર્ટમાં ન્યાયાધીશ યોગેશ ખાંટ સમક્ષ કેસની કાર્યવાહી થતા કોર્ટે ચેક રિટર્ન કેસમાં ધિરાણ લઈ ભરપાઈ ન કરી આપેલો ચેક રિટર્ન થયાની ઘટના અને વકીલ આઈ.જે. વાઘેલાની ધારદાર દલીલોને ધ્યાને લઇ મહિલાને કસૂરવાર ઠેરવી હતી. અને તેને 2 વર્ષની કેદ અને છતાંય ધિરાણ ભરપાઈ ન કરે તો વધુ 6 માસની સજા ફટકારી છે. આમ કોર્ટના આ આદેશથી સેવા અને સહકારના ઉદ્દેશથી ધિરાણ અપાતી સંસ્થાઓ સાથે બદઈરાદા રાખનાર લોકો સામે કાયદાની ભાષા સમજાવતું એક ઉદાહરણ બેઠું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો