સમસ્યા:વિજાપુર યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ કરતાં મુહૂર્તમાં 1111 ભાવ પડ્યો

વિજાપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ-છ દિવસ પછી કપાસ રૂ ની પણ ખરીદી શરૂ કરાશે
  • પ્રથમ દિવસની હરાજીના મુહૂર્તમાં મગફળીની 65 બોરી આવક થઇ

વિજાપુર યાર્ડમાં શનિવારથી મગફ ળીની હરાજીથી ખરીદી શરૂ કરાઇ છે.જેમાં મુહૂર્તમાં 20 કિલોના રૂ.1011 થી રૂ.1111 સુધીનો ભાવ પડ્યો હતો.પ્રથમ દિવસે માત્ર 65 બોરી આવક થઇ હતી.

મગફળીની ખરીદી શરૂ કરાતાં ખેડૂતો મગફળીનો પાક લઇ હરાજીમાં જોડાયા હતા. જેમાં રૂ.1011ના ભાવથી શરૂઆત કરાઇ હતી. ગત વર્ષે મગફળીનો ભાવ રૂ.1055નો પડ્યો હતો અને 7 થી 8 હજાર બોરીની આવક થઇ હતી. કેટલાક જરૂરિયાતવાળા ખેડૂતોને રોકડ વ્યવહાર હોવાથી બજારમાં મબલખ મગફળીનો વેપાર થશે એવી સંભાવના છે. એપીએમસીના સહ સેક્રેટરી રમેશભાઇએ જણાવ્યું કે,હાલમાં માર્કેટયાર્ડમાં મગફળીની ખરીદી શરૂ કરી છે અને પાંચ-છ દિવસ પછી કપાસ રૂની પણ ખરીદી શરૂ કરાશે. જેમાં રોકડાનો વ્યવહાર હોવાથી ખેડૂતો વેપાર માટે આવી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં રાહતની લાગણી જન્મી છે.

અન્ય સમાચારો પણ છે...