તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:વિજાપુરના પિલવાઈમાં મોદી પરિવારે બંધાવેલી ઓમ પરબનું લોકાર્પણ કરાયું

વિજાપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

અષાઢી બીજના પવિત્ર દિવસે પિલવાઈના ઋષિવન સંતસમાધિ ધામમાં મોદી પરિવાર દ્વારા નવનિર્મિત ઓમ પરબનું નવનીતભાઈ પુંજીરામ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

વિજાપુર તાલુકાના પિલવાઈના વતની અને અમદાવાદ સ્થિત નવનીતભાઈ મોદીએ માદરે વતનમાં શુદ્ધ અને શીતળજળનો લાભ વટેમાર્ગુઓને મળી રહે તેવા ઉમદા હેતુથી રૂ.4.50 લાખના ખર્ચે ઓમ પરબ બંધાવીને ઋષિવનને અર્પણ કરી હતી. આ પ્રસંગે ગામના અગ્રણીઓ, મોદી પરિવારના ઘનિષ્ઠ મિત્ર પ્રો. ડૉ. યશોધર હ. રાવલ, ઋષિવનના સંયોજક મૂકેશસિંહ રામાજી વિહોલ, પૂર્વ જિલ્લા સદસ્ય કનકસિંહ વિહોલ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક ઉદબોધનમાં યશોધર રાવલે મોદી પરિવારના વતનપ્રેમને બિરદાવ્યો હતો. ઋષિવનના સ્વયં સેવકોએ પરબના દાતાને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. કોરોના મહામારીમાં જરૂરમંદ દર્દીઓની સારવાર માટે મોદી પરિવારે રૂ.1.50 લાખની દવા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...