તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:કચ્છ યુનિ.માં જૈન રિસર્ચ સેન્ટર માટે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર ટ્રસ્ટ વિજાપુર દ્વારા રૂ.51 લાખ દાન અપાયું

વિજાપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આચાર્ય મનોહરકીર્તિ સાગરસુરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝની સ્થાપના

પ્રાચીન ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભોમાંના એક એવા જૈન તત્ત્વજ્ઞાન વિષયક વૈજ્ઞાનિક સંશોધન, સાહિત્યિક વિવેચન, સામાજિક - સાંસ્કૃતિક અભ્યાસ થાય તે હેતુથી ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસે એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને આઈએએસ સ્ટડી સેન્ટરની સ્થાપના કરાઇ હતી.

આ બંને સેન્ટર્સની સ્થાપના માટે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર ટ્રસ્ટ વિજાપુર દ્વારા પ્રારંભિક અને પ્રોત્સાહન ધનરાશિ પેટે રૂ.51 લાખ દાન અપાયું છે. એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝને તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિ સાગરસુરી શ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ નામાભિધાન કરવાની કુલપતિ પ્રો. જયરાજસિંહજી જાડેજાએ જાહેરાત કરી છે.

જૈન સ્ટડી સેન્ટરમાં આ પ્રવૃત્તિઓ થશે
{હસ્તપ્રતોનું સંગ્રહણ, સંરક્ષણ, પ્રતિલિપિકરણ {હસ્તપ્રતોનું ડિજિટલાઈઝેશન, માઈક્રોકોપી, સ્કેનિંગ {કચ્છના ભંડારોમાં સુરક્ષિત હસ્તપ્રતોના વૈજ્ઞાનિક રખરખાવ માટે તાલીમવર્ગો {ટ્રાન્સલિટરેશન
{હસ્તપ્રતોનું પાઠસંપાદન {હસ્તપ્રત વિષયક સંશોધન {જૈનધર્મના મૂળતત્ત્વોને પુનરુજાગર કરવા અભ્યાસાત્મક અને સંશોધનાત્મક પ્રવૃત્તિ
{સાયન્સ ઓફ લિવિંગ ઇન જૈનિઝમ { પ્રાકૃત અને પાલિ ભાષાઓના અભ્યાસક્રમો { પ્રાચીન ભારતીય લિપિઓના અભ્યાસ અને તાલીમ
{જૈન ફિલોસોફી { જૈન પરંપરામાં સ્થાપત્ય અને મૂર્તિવિજ્ઞાન { જૈન મંદિરો અને સ્થાપત્યોનું પુરાતાત્ત્વિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ અધ્યયન
{ સાહિત્યિક વિવેચન અને પૃથક્કરણ { જૈનિઝમની વિસ્તરતી નવી ક્ષિતિજોનો અભ્યાસ { વૈશ્વિક ફલક પર જૈન પરંપરાનો વિસ્તાર અને જૈનોનું વિશ્વ વિકાસમાં યોગદાન { ભારતમાં જૈનધર્મનો વિકાસ અને ભારતના ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક અભ્યુત્થાનમાં જૈનોનું યોગદાન { શ્રમણ પરંપરાનું સ્વારસ્ય અને લોક કલ્યાણમાં યોગદાન
{ જૈનધર્મમાં નારીશક્તિનું સમાન મહત્ત્વ

અન્ય સમાચારો પણ છે...