તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરુ ઉછેર વ્યવસાય:વિજાપુરના માઢી ગામમાં પ્લગ ટ્રે પદ્ધતિથી ધરુનો ઉછેર : રાજ્યના 15 જિલ્લાને 15 કરોડ શાકભાજીના ધરુ પૂરા પાડશે

વિજાપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ તસવીર વિજાપુર તાલુકાના માઢી ગામની છે. જે રાજ્યમાં શાકભાજી ધરુ સપ્લાયનું સાૈથી મોટું હબ ગણાય છે. ગામના 150 પરિવારો 50 નર્સરી દ્વારા ધરુ ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ધરુના વ્યવસાય સાથે સંકળાયેલા ગામના પટેલ રાકેશકુમાર ગાંડાભાઇએ જણાવ્યું હતું કે, ચોમાસુ સિઝનમાં ધરુ તૈયાર કરવાની શરુઆત એપ્રિલથી શરુ થાય છે. અને અોગષ્ટ મહિના સુધીમાં 3 તબક્કામાં રાજ્યમાં વાવણી થઇ શકે તેવા તમામ પ્રકારના ધરુના ઉછેર કરાય છે.

ચાલુ સાલે ઓગષ્ટ અંત સુધીમાં લગભગ 15 કરોડ ધરુ તૈયાર કરાશે. આ અંગે વિજાપુર બાગાયત અધિકારી સુરેન્દ્રસિંહ કે.પરમારે જણાવ્યું હતું કે, માઢી ગામમાં મોટાપાયે સોઇલલેસ એટલે કે, પ્લગ-ટ્રે પદ્ધતિથી ધરુ તૈયાર કરાય છે. આ પધ્ધતિથી તૈયાર થતાં ધરુમાં રોગ લાગવાની શક્યતા રહેતી નથી. મહેસાણા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા અહીંના ખેડૂતોને તાલીમ અાપવાની સાથે ગ્રીનહાઉસ અને નેટહાઉસના કુલ ખર્ચના 55 ટકા લેખે સહાય ચૂકવાઇ છે.

રાજસ્થાનના સિરોહી સાથે રાજ્યના 15 જિલ્લામાં વાવણી થાય છે
માઢી ગામમાં તૈયાર થતાં શાકભાજીના ધરુ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જુનાગઢ અને રાજકોટ સહિતના કુલ 15 જિલ્લા ઉપરાંત રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સપ્લાય થાય છે. મોટાભાગના ખેડૂતો ફોન દ્વારા ધરુનું બુકિંગ કરાવી સપ્લાય કરાવતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...