તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાં બળવો:વિજાપુર નગરપાલિકાનું બજેટ ભાજપના જ 7 સભ્યોએ કોંગ્રેસ, અપક્ષના 11 સભ્યો સાથે મળી નામંજૂર કરાવ્યું

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસ ભાજપને ઉથલાવાના પ્રયાસમાં, ભાજપની આજે બેઠક

ભાજપ શાસિત વિજાપુર નગરપાલિકામાં શુક્રવારે મળેલી બજેટ સભામાં ભાજપના 15 પૈકી 7 સદસ્યોએ કોંગ્રેસ અને અપક્ષના 11 સદસ્યોના ટેકાથી બજેટ નામંજૂર કરાવ્યું હતું. પક્ષ વિરોધી કામને લઇ શનિવારે ભાજપ બેઠક બોલાવશે. તો કોંગ્રેસ ભાજપના અસંતુષ્ટ 7 સભ્યોને પોતાની તરફે કરી સત્તા પલટો કરાવવાના પ્રયાસમાં છે.

પાલિકા પ્રમુખ રણવીરસિંહ ઠાકોર અને ચીફ ઓફિસર મંટીલભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને શુક્રવારે બજેટ સભા મળી હતી. 28 પૈકી ભાજપના 2 સદસ્યો ગેરહાજર રહેતા 26 સદસ્યો સાથે સભા શરૂ થઇ હતી. જેમાં ભાજપના 15, કોંગ્રેસના 6 અને અપક્ષના 5 સદસ્યો હાજર હતા. જોકે, ભાજપના 7 સદસ્યોએ બજેટનો વિરોધ કરતાં તેમના ટેકામાં કોંગ્રેસ-અપક્ષના 11 સદસ્યોના ટેકાથી બજેટ નામંજૂર કરાયું હતું. ચીફ ઓફિસર મંટીલભાઇ પટેલે જણાવ્યું કે, હવે આગામી દિવસોમાં ફરીથી ખાસ સામાન્ય સભા બોલાવાશે અને ફરીથી બજેટ મુકાશે.

આ અંગે પાલિકા પ્રમુખ રણવીરસિંહ ઠાકોરે જણાવ્યું કે, શનિવારે પક્ષની બેઠક બોલાવાઇ છે. જેમાં ભાજપના તમામ સદસ્યો હાજર રહેશે. બેઠકમાં પક્ષ નક્કી કરે તે પ્રમાણે કાર્યવાહી કરાશે. બીજી બાજુ, વિરોધપક્ષના નેતા સાહિસ્તાબાનું સૈયદે જણાવ્યું કે, પાલિકામાં ભાજપના આંતરિક ડખાને લઇ તેમના 7 સદસ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે તો શહેરમાં વિકાસ કાર્યો ન થતાં હોઇ બજેટનો વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રો મુજબ, ભાજપના અસંતુષ્ટ 7 સદસ્યોને કોંગ્રેસ તેની પડખે લાવી ભાજપને ઉથલાવાની તૈયારી કરી રહ્યું છે.

ભાજપના આ 7 સભ્યોએ બજેટનો વિરોધ કર્યો
1. મિતેશકુમાર મનુજી ઠાકોર
2. ઈન્દિરાબેન ભરતસિંહ ઠાકોર
3.મધુબેન જક્ષીભાઈ વાદી
4. પ્રકાશભાઈ લાભુભાઈ સથવારા
5. અનુબેન મિથુનભાઈ સોલંકી
6. ભાવનાબેન દિનેશકુમાર મોદી
7. અંબાલાલ મંગળદાસ પરમાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો