તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વિજાપુરમાં કરિયાણાની દુકાનનું શટર તોડી તેલ, ચોખાની તસ્કરી

વિજાપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણાસણ GIDCમાં મધુપુરી કોમ્પલેક્ષમાં ચોરી
  • દુકાનમાંથી રૂ.32 હજારનો મુદ્દામાલ ચોરી ગયા

વિજાપુરની રણાસણ જીઆઇડીસીમાં આવેલા મધુપુરી કોમ્પલેક્ષમાં કરિયાણાની દુકાનના શટરનું તાળું તોડી તસ્કરો રૂ.17,500નું તેલ, રૂ.4500ના ચોખા અને રૂ.10 હજારનો પરચૂરણ સામાન મળી 32 હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા.

માણસાના લક્ષ્મીપુરા (ખડાત) ગામના મુકેશસિંહ ઇશ્વરસિંહ રાઠોડની વિજાપુર આશ્રમ ચોકડી સ્થિત રણાસણ જીઆઇડીસીમાં મધુપુરી કોમ્પલેક્ષમાં પાયલ કિરાણા સ્ટોર નામે કરિયાણાની દુકાન છે. રવિવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ દુકાનના શટરનું તાળું તોડી રૂ.17,500ની કિમતના તેલના 7 ડબ્બા તેમજ રૂ.4500ની કિમતના ચોખાના ૩ કટ્ટા તેમજ રૂ.10 હજારનો પરચૂરણ સરસામાન વગેરે મળી રૂ.32,000નો મુદ્દામાલ ચોરી ગયા હતા. સવારે નિત્યક્રમ મુજબ દુકાને આવતાં શટર તૂટેલું અને માલસામાન વેરવિખેર પડ્યો હોઇ ચોરી થયાનું માલુમ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...