સુવિધામા વધારો:વિજાપુરના સીએચસી અને પીએચસીને 32 લાખનાં મેડિકલ સાધનો અર્પણ કરાયાં

વિજાપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય રમણભાઈ પટેલની ગ્રાન્ટમાંથી એક્સરે, સેલ કાઉન્ટર, ફાઉલર બેડ, નેબ્યુલાઈઝર, ઇસીજી મશીન, બાયપેપ મશીન અર્પણ

સામુહિક આરોગ્ય કેન્દ્ર વિજાપુર ખાતે ધારાસભ્ય રમણભાઈ પટેલની ગ્રાન્ટમાંથી મેડિકલ સાધનો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ધારાસભ્ય ફંડમાંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર વિજાપુર, કૂકરવાડા અને કોલવડા, પ્રા.આ. કેન્દ્ર ફલુ, ખરોડ, લાડોલ, સરદારપુર, પિલવાઈ, વસાઈ, પામોલ, સોખડા અને લાડોલને રૂ.32 લાખની કિંમતનાં મેડિકલ સાધનો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય રમણભાઈ પટેલ દ્રારા રિબિન કાપી એક્સરે મશીન, સેલ કાઉન્ટર મશીન, ફાઉલર બેડ, નેબ્યુલાઈઝર, ઇસીજી મશીન, બાયપેપ મશીન અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ, જિલ્લા ભાજપ ખજાનચી તેમજ રોગી કલ્યાણ સમિતિ સભ્ય માધુભાઈ પટેલ, શહેરી પ્રમુખ સંજયભાઈ પટેલ, ભાજપ મહામંત્રી યોગેશભાઈ, તાલુકા ઉપપ્રમુખ, મદનસિંહ, તાલુકા સદસ્યો પરેશભાઈ પટેલ અને મનુભા ચાવડા વગેરે હાજર રહ્યા હતા. અધિક્ષક રાજુભાઇ ચૌધરીએ શાબ્દિક સ્વાગત તેમજ સંચાલન ડો. વિજય પટેલ, ડો. ઇન્દ્રેશ પટેલ અને તા.હે.સુ. મુકેશભાઈ ચૌહાણે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...