તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્યવાહી:વિજાપુરના લાડોલ ગામની સીમમાં ખુલ્લામાં જુગાર રમતા પાંચ શકુનીઓને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પડ્યા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂપિયા પાંચ હજાર 410નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

મહેસાણા જિલ્લામાં શકુનીઓ બેફામ બન્યા છે. સતત બે દિવસથી જીલ્લામાં જુગાર રમતા જુગારીઓને અલગ અલગ જગ્યાઓ પરથી પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે ગઇકાલે વિજાપુર તાલુકામાં આવેલા લાડોલ ગામની સીમમાં ખુલ્લામાં જુગાર રમતા પાંચ શકુનીઓને લાડોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પડ્યા હતા.

લાડોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન ગુંદરાસન ગામ પાસે આવતા પોલીસને ખાનગી માહિતી મળી હતી કે, ગુદરાસણ ગામમી સિમમાં અવેલા ભાઠા વાળા આંટામાં કેટલાક શખ્સો તીન પત્તિનો જુગાર રમી રહ્યા છે. બાતમી મળતા પોલીસે બાતમી વાળી જગ્યા પર તપાસ કરતા ચુનીલાલ પટેલના બોર તરફ જતા નેળીયાની બાજુમાં કેટલાક જુગારીઓ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હતા. ત્યારે પોલીસે કોર્ડન કરી જુગાર રમતા શકુનીઓને ઝડપી પાડ્યા હતા અને રૂપિયા પાંચ હજાર 410નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો