તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચીમકી:વિજાપુરમાં ગંદુ પાણી રોડ પર રેલાતાં રોગચાળાનો ભય

વિજાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત છતાં પાલિકા દ્વારા સફાઇ કરાતી નથી
  • સત્વરે સફાઇ નહીં કરાય તો આંદોલનની ચીમકી

વિજાપુરના કસાઇવાડા, દોશીવાડા રોડ તેમજ રાઠોડવાસ, અશરફી ચોક સહિતના વિસ્તારમાં મુખ્ય માર્ગ પરથી ગટરનું ગંદુ પાણી રેલાતું હોઇ રોગચાળાની દહેશત ફેલાઇ છે. કસાઇવાડા વિસ્તારમાં તાવ, શરદી, ઉધરસ સહિત ઝાડા-ઊલટીના 50થી વધુ કેસ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલાં સફાઇ કરાવવા સ્થાનિકોએ પાલિકામાં ચીફ ઓફિસર મંટીલ પટેલને રજૂઆત કરતાં તેમણે સફાઇ કરાવવા બાંહેધરી આપી હતી. તેમ છતાં સફાઇ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને આગામી સમયમાં ગંદકીવાળા વિસ્તારોમાં સફાઇ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...