તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વિજાપુરમાં ઉભરાતી ગટરોને કારણે રોગચાળાની દહેશત

વિજાપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સફાઇ નહીં કરાય તો સ્થાનિકોની ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ આપવાની ચીમકી

વિજાપુરના કસાઈવાડા દોશીવાડા ચક્કર તરફ જતા રસ્તા ઉપરની ગટરલાઈન ચોકઅપ થતાં છેલ્લા ઘણા સમયથી ગટરલાઈન ઉભરાઈ રહી છે. જેના કારણે પાણી ગટરની કુંડીમાંથી બહાર વહી રહ્યું છે. પરીણામે આ માર્ગે અસહ્ય દુર્ગંધ આવી રહી છે જેને કારણે રોગચાળો થવાની ભીતિ સેવાઇ રહી છે. પાલિકા દ્વારા માત્ર સફાઈના નામે કામગીરી કરી હાથ ઊંચા કરી દેવામાં આવે છે. પરંતુ બે દિવસ બાદ ફરીથી કુંડીમાંથી પાણી બહાર વહી જાય છે.

પાલિકાના કોર્પોરેટર નુસરતજહાં બુખારી દ્વારા જણાવાયુ છે કે પાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકા કોઈ જ નક્કર કામગીરી હાથ ધરવામાં આવતી નથી. પરિણામ નહીં મળે તો સ્થાનીકોેને ગાંધી ચિંધ્યા માર્ગે જલદ કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવું જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો