ભેટ:દેવઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિકે સ્ટાફને બાઇક,એ.સી, ફ્રીઝ,ટીવીની ભેટ આપી

વિજાપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજાપુર તાલુકાના રણાસણ ગામાની જીઆઇડીસીમાં આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝના માલિક જયંતિભાઇ ઇશ્વરભાઇ પટેલ દ્વારા તેમની કંપનીના કારીગરોને 7 નંગ બાઇક ભેટ આપ્યા છે. તેમજ સુપરવાઇઝર,મેનેજરોને એ.સી.,ફ્રીઝ,ટી.વી.ની ભેટ-સોગાદ આપી છે. આ કિંમતી સાધનો આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, કંપનીના કારીગરો,મેનેજરોએ પોતાના ઘર કરતાં લોકડાઉનમાં તેમજ કોરોનાકાળમાં કંપનીમાં વધારે સમય આપી કામગીરીમાં સમય ફાળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દેવ ઇન્ડસ્ટ્રીઝના માલીક દ્વારા અગાઉ પણ તેમના સ્ટાફને કાર ભેટ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...