દુર્ઘટના:કુકરવાડાથી વિહાર ચારરસ્તા વચ્ચે કાર અને બાઇક ટકરાયા, 1ને ઇજા

કુકરવાડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર ચાલક અકસ્માત કરી ભાગી છૂટ્યો

વિજાપુરના કુકરવાડા - વિહાર ચોકડી રોડ પર મંડાલી પાટિયા નજીક શનિવારે મોડી સાંજે કાર (GJ 18 BD 9751) અને બાઈક (GJ 18 CF 7726)સામ સામે ટકરાયા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક ઠાકોર પસાજી સરદારજી (26) (રહે. માણેકપુર, તા.માણસા, જિ. ગાંધીનગર) ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્ત યુવકને બેભાન અવસ્થામાં કુકરવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડો. ભાવિન પટેલએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયો હતો. જો કે, આ અકસ્માતમાં કારનો આગળના ભારે નુકસાન થયું હતું. તેમજ કાર ચાલક અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...