વિજાપુરના હિંમતનગર હાઇવે પર ભારત પેટ્રોલપંપ નજીક અયોધ્યા સોસાયટીની સામે ટ્રકચાલકે એક્ટિવાને ટક્કર મારી ચાલકને 20 ફૂટ ઢસડી જતાં શરીરના બે ટુકડા થઇ ગયા હતા. મૃતક એક્ટિવા લઇને ભાડેથી ઘર શોધવા વિજાપુર આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
માણસા તાલુકાના પુંધરા ગામે આઝાદચોકમાં રહેતા મૂળ મહેશ્વરી સમાજના મહારાજ બાબજીના ઉપનામથી ઓળખાતા સવાઈલાલ રતનલાલ ચાંડક શુક્રવારે બપોરે એક્ટિવા (GJ 18 DG 6483) લઈને નીકળ્યા હતા. તેઓ વિજાપુરમાં મામલતદાર કચેરીની સામે આવેલા સરદાર પટેલના બાવલા પાસે ટ્રક (GJ 02 ZZ 4575)ના ચાલકે ટક્કર મારતાં એક્ટિવા સાથે 20 ફૂટ ઢસડાતાં શરીરના બે ટુકડા થઈ જતાં સ્થળ ઉપર જ મોત થયું હતું. સ્થાનિક પોલીસે મૃતદેહને સિવિલમાં પીએમ કરાવી પરિવારને સોંપ્યો હતો. મૃતકના પુત્ર જાનુ સવાઈલાલ ચાંડકે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.