તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્દાફાશ:વિજાપુર નગરપાલિકાના વિસ્તારમાં બનતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામને નામે પૈસા ઉઘરાવતો ઠગ ઝડપાયો

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
આવાસ યોજનાના નામે લાભાર્થીઓ પાસેથી ખોટા નામે પૈસા ઉઘરાવતો શખ્સ પોલીસના સકંજામાં - Divya Bhaskar
આવાસ યોજનાના નામે લાભાર્થીઓ પાસેથી ખોટા નામે પૈસા ઉઘરાવતો શખ્સ પોલીસના સકંજામાં
 • આવાસ યોજનાના લાભાર્થીઓની ફરિયાદના આધારે ચીફ ઓફિસર તેમજ એન્જિનિયરે ઠગને ઝડપી પાડ્યો

વિજાપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભો લેતા લાભાર્થીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરતો વિસનગરના યુવકની ધરપકડ કરાઈ. લાભાર્થીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જેની બાતમીના આધારે ચીફ ઓફિસર મંટીલ પટેલ તેમજ પાલીકા આવાસ યોજનાના એન્જિનિયર હર્ષિલ પટેલ અને પાલીકાના કર્મચારીઓએ પૈસા ઉઘરાવતા શખ્સ ને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારપછી તેને પોલીસના હવાલે કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી છે. લાભાર્થીઓ પાસેથી આ શખ્સ ખોટા નામે પૈસા ઉઘરાવતો હતો, જે કિસ્સો ચર્ચા નો વિષય બની જવા પામ્યો હતો.

પોલીસે યોગ્ય તપાસ હાથ ધરી
પ્રાપ્તથતી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બની રહેલા લાભાર્થીઓના મકાન માટે આવતા આવાસ યોજનાના પૈસા પાસ કરવા માટે આ શખ્સ પૈસા ઉઘરાતો હતો. જેની વિગતવાર તપાસ કરતા જાણવા મળ્યું કે, તેનુ નામ સિરાજ મહમદ ફઝલ છે અને તે વિસનગરનો રહેવાસી છે. આ શખ્સે દોશીવાડામાં રહેતા નવીનચંદ્ર મહેતા પાસેથી 11 હજાર રૂપિયા ઉઘરાવીને છેતર્યા હતા. જેની ફરિયાદ નવીનચંદ્રે પોલીસ મથકમાં પણ કરી હતી. આ બનાવની વધારે તપાસ કરવા માટે પાલિકાના ઈજનેરે મેમણ સિરાજને પોલીસને સોંપી દીધો હતો અને પાલિકાએ પણ યોગ્ય તપાસ માટે જણાવ્યું હતું.

વૃદ્ધના ઘરે પુન: ગયો અને પકડાઇ ગયો
નવિનચંદ્ર મહેતા બુધવારે ઘરે હાજર હતા તે સમયે ગઠિયો પુન: તેમના ઘરે પહોંચી તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીજો હપ્તો મંજૂર થયો હોવાનું કહેતાં જ તેઓ ચોંકી ગયા હતા. પૈસાની વ્યવસ્થા કરવાના બહાને તેને ઘરમાં બેસાડી રાખી વૃદ્ધે પોલીસ અને પાલિકાને જાણ કરતાં ગઠિયો ઝડપાઇ ગયો હતો. વિજાપુર પીઆઇ પારઘીએ જણાવ્યું કે, ઝડપાયેલા શખ્સે અન્ય ઠગાઇઓ પણ આચરી હોઇ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો