તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:વિજાપુર મારામારી કેસમાં 1ને 2 વર્ષ અને 3 ને 6 માસની સજા

વિજાપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજાપુરના રામબાગ વિસ્તારમાં વાદી સમાજના લોકો વચ્ચે મારામારીનો કેસ વિજાપુર કોર્ટમાં ચાલતાં એક આરોપીને બે વર્ષની તથા 3 આરોપીને 6 માસની સજા સાથે દંડ ફટકાર્યો હતો.

વિજાપુર રામબાગ વિસ્તારમાં 2013માં અપશબ્દો બોલવા મામલે વાદી મધુબેન જક્ષીભાઈ અને વાદી અજય જક્ષીભાઈને માર મારી ગંભીર ઇજા પહોંચાડવાની વિજાપુર પોલીસ મથકે ડાહ્યા જીવા વાદી, લાલ દિલીપ વાદી, દિલીપ જીવાભાઈ વાદી તથા દશરથ જીવા વાદી સામે ફરિયાદ નોંધાઈ હતી.

જે કેસ વિજાપુરના બીજા એડી જ્યુ. (ફ.ક.) વાય.કે. ખાંટની અદાલતમાં ચાલતાં સરકારી વકીલ આર.જી. રાવની દલીલો અને પુરાવાના આધારે કોર્ટે આરોપી ડાહ્યા જીવાભાઇ વાદી, લાલ દિલીપ વાદી અને દિલીપ જીવા વાદીને 6 માસની સજા અને રૂ.1000નો દંડ, દંડ ન ભરે તો વધુ બે માસની સજા ફટકારી હતી. જ્યારે દશરથ જીવા વાદીને 2 વર્ષની સખત કેદ અને એક વર્ષની સાદી કેદ તેમજ રૂ. 5000 દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...