તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:વડનગરમાં નવા લૂક સાથે તૈયાર થનાર પ્રેરણા કેન્દ્રનું કામ બે મહિનામાં શરૂ થશે

વડનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડનગરમાં મંત્રીએ વડાપ્રધાનની સ્કૂલની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
વડનગરમાં મંત્રીએ વડાપ્રધાનની સ્કૂલની મુલાકાત લીધી હતી.
  • પ્રવાસન મંત્રી જવાહર ચાવડા વડનગરની મુલાકાત લીધી
  • પીએમ ભણેલા તે શાળાનો ઐતિહાસિક વારસો જાળવવા પ્રયાસો

સોમવારે વડનગરની મુલાકાતે આવેલા પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી રાજ્યની સુખ, શાંતિ અને સલામતી માટે પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું તે કુમાર શાળાની મુલાકાત લીધી હતી.શાળાને સરકાર દ્વારા પ્રેરણા કેન્દ્રમાં ફેરવવામાં આવનાર છે. જે અંગે મંત્રીએ જણાવ્યું કે, બે મહિનામાં નવા લૂક સાથે કામ શરૂ કરી દેવાશે.

મંત્રીએ વડાપ્રધાને જે ઓરડામાં શિક્ષણ લીધું હતું તેની મુલાકાત સમયે રમૂજ કરતાં કહ્યું કે, જેટલી પાટલી જૂની એટલી વિદ્યા પાકી. ે ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ જાગૃતિબેન, પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર તેમજ ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા.

ટુરિઝમના અધૂરા કામ પૂરા કરવા મંત્રીને રજૂઆત
વડનગરમાં ટુરિઝમ વિભાગ દ્વારા ચાલતા કામોમાં વેઠ વળાતી હોવાની ગીરીશભાઈ પટેલ સહિતે રાવ વ્યક્ત કરી એજન્સીએ અધૂરા મુકેલા કામો સત્વરે પૂરા થાય તે માટે રજૂઆત કરતાં મંત્રીએ ટુરિઝમના અધિકારીને સ્થળ પર ઝાટકી કામ સત્વરે પૂરા કરવા સૂચના આપી હતી.

સ્થાનિક પદાધિકારીઓને કામોની માહિતી મળે તે જરૂરી
વડનગરમાં સરકાર દ્વારા ચાલતા પ્રોજેક્ટોની સ્થાનિક પદાધિકારીઓને કોઈ જ માહિતી હોતી નથી. આથી કોઈ પૂછે ત્યારે તેઓ ભોંઠા પડે છે. જે અંગે મંત્રીને રજૂઆત કરતાં ઘટતું કરવાની ખાતરી આપી ધારાસભ્યને કામગીરીથી માહિતગાર કરાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...