તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:વડનગર સિવિલમાં વેઇટિંગ બંધ, હાજર દર્દીને જ લેવાશે

વડનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ફોન પર નામ નોંધાવ્યા બાદ વેઇટિંગની સંખ્યા વધી જતાં નિર્ણય
 • જરૂર પડ્યે એમ્બ્યુલન્સમાં જ દર્દીને સારવાર આપશે

વડનગર કોવિડ હોસ્પિટલમાં વેઇટિંગ પ્રથાબંધ કરી દર્દીને લઈને આવતી એમ્બ્યુલન્સનો નંબર, ઈએમટીનું નામ સહિત નોંધ્યા બાદ જ તે દર્દીને દાખલ કરવામાં આવશે. ફોન પર નામ નોંધાવ્યા બાદ વેઇટિંગની સંખ્યા વધી જતાં આ નિર્ણય લેવાયો છે. ફોન પર નામ નોંધવાનું પણ બંધ કરી દેવાયું છે, જે દર્દી હાજર હશે તેને જ લેવામાં આવશેે. જરૂર પડે એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીની તબીબ અને નર્સ દ્વારા ચકાસણી કરી સારવાર કરવામાં આવશે. ઉપરાંત, હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા સાથે આવતા દર્દીઓનો બાટલો પૂરો થઈ જતાં રીફિલિંગની પણ સમસ્યા ઊભી થાય છે.

જ્યારે વસંતપ્રભા આયુર્વેદિક કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 15 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે 12 દર્દીઓ સાજા થઇ ઘરે ગયા છે. વડનગર સિવિલ હોસ્પિટલમાં એક કોવિડ સહિત 3નાં મોત થયાં વડનગર કોવિડ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી મોતનો આંકડો ઘટી રહ્યો છે. 24 કલાકમાં ત્રણ મોત થયાં, જેમાં એક કોવિડથી અને 2નાં શંકાસ્પદ મોત છે. એક દર્દી સાજો થતાં તેને રજા અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો