તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતના સમાચાર:વડનગર સિવિલમાં 12 થી 36 કલાકનું વેઇટિંગ ઘટીને હવે 3 થી 5 કલાકનું થયું

વડનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે માંથી એક એમ્બ્યુલન્સ નોન કોવિડમાં ફેરવાઈ

વડનગર કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો ઘટ્યો હોય તેની પ્રતિતિ સવારે 108ની લાઈન પરથી જણાતી હતી. અગાઉ 10 થી 12 વાન વેઇટિંગમાં રહેતી, આજે 5 જેટલી વેઇટિંગમાં હતી. 15 દિવસ અગાઉ 12 થી 36 કલાકનું વેઇટિંગ રહેતું, હવે 3 થી 5 કલાકમાં જ દર્દી હોસ્પિટલમાં હેન્ડઓવર થઈ જાય છે. કોરોના દર્દીઓનો ધસારો ઓછો થતાં વડનગર તાલુકાની બે 108 એમ્બ્યુલન્સ પૈકી એકને હવે નોન કોવિડમાં ફેરવી દેવાઇ છે. જેથી ડિલિવરી, અકસ્માત સહિતના કેસ હેન્ડઓવર કરી શકાય.

108ના ઈમટીએ કહ્યું કે, 15 દિવસ અગાઉ 12 થી 36 કલાક સુધી દર્દીને વાનમાં જ સારવાર આપવી પડતી હતી, બે-ત્રણ દિવસ સુધી હોસ્પિટલ આગળ વેઇટિંગમાં ઊભું રહેવું પડતું હતું. પરંતુ હાલ 3 થી 5 કલાકમાં દર્દીને હોસ્પિટલમાં જગ્યા મળી રહી છે.

ચેલજીભાઈએ કહ્યું કે, મારી પત્નીનું ઓક્સિજન લેવલ ઓછું હોઇ 108માં હોસ્પિટલ આવ્યા હતા. પરંતુ જગ્યા ન હોવાથી વેઇટિંગમાં નામ નોંધાવ્યું હતું. 108ના તબીબે ઓક્સિજન સહિતની સારવાર આપતાં ઓક્સિજન લેવલ જળવાઈ રહ્યું હતું. ચાર-પાંચ કલાક બાદ અમને હોસ્પિટલમાં જગ્યા મળી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...