કાર્યવાહી:વડનગર પાલિકાએ 40 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 2400 દંડની વસૂલાત કરી

વડનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાર્લર,નાસ્તા​​​​​​​ હાઉસ,દુકાનો,લારી ગલ્લાં સહિત જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું

વડનગર પાલિકા દ્વારા ગુરુવારે પાર્લર,નાસ્તા હાઉસ,દુકાનો,લારી ગલ્લા સહિત સ્થળે ચેકિંગ હાથ ધરી પ્રતિબંધિક પ્લાસ્ટિક વેચતા વેપારીઓ પાસેથી 40 કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરી 2400 જેટલો દંડ વસુલ્યો છે. પાલિકાની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

સરકારે સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદયો છે. છતાં શહેરમાં બેરોકટોક પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલાં વપરાઈ રહ્યા છે.આથી વડનગર પાલિકા દ્વારા ગુરુવારે વિવિધ વિસ્તારોમાં પાર્લર,નાસ્તા હાઉસ,દુબાનો,લારી ગલ્લાંવાળા સહિત સ્થળે ચેકિંગ કરી 40 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 2400 નો દંડ ફટકાર્યો હતો.વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિક ન વાપરવા CO મનોજભાઈએ તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...