ઉજવણી:પીએમ મોદીના જન્મ દિવસે વડનગર શહેરને શણગારાશે

વડનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિને તેમના માદરે વતન વડનગરને શુક્રવારે નવોઢાની જેમ શણગારવામાં આવશે.તેમજ મહાઆરતી,રક્તદાન કેમ્પ ,વૃક્ષારોપણ, દિવ્યાંગોને ફૂટ, દર્દીઓને ફ્રૂટ વિતરણ સહિતના કાર્યક્રમ યોજવામાં આવશે.જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના માદરે વતન વડનગરમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.તેમના 71 મા જન્મ દિવસે રક્તદાન કેમ્પ,મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત વિવિધ લાભાર્થીને સાધન સહાય સહિતના કાર્યક્રમ યોજવામાં આવશે.આ ઉપરાંત 71 દિવ્યાંગોને જયપુર ફૂટ દ્વારા પગ લગાવવામાં પણ આવશે.

અન્ય સમાચારો પણ છે...