અનોખી ભેટ:બારડોલીના બે છાત્રો વડનગરથી સ્કેટિંગ કરી દિલ્હી જવા રવાના, ​​​​​​​પીએમ મોદીના જન્મ દિવસ 17મીએ દિલ્હી પહોંચશે

વડનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના સાંસદે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

સુરતના બારડોલી શહેરના બે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે અનોખી ભેટ આપવા વડનગરથી સ્કેટિંગ કરી દિલ્હી જવા રવાના થયા હતા. મંગળવારે સાંસદ શારદાબેન પટેલ, પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલ, મામલતદાર આર.ડી.અઘારા તેમજ ભાજપ કાર્યકરોની હાજરીમાં પીઠોરી દરવાજા નજીક પ્રસ્થાન કરાવ્યું હતું.

બારડોલીના સાગરભાઈ ગીરીશભાઈ ઠાકરના બે પુત્રો રિધાન ઠાકર (9 વર્ષ) અને રુદ્રાક્ષ ઠાકર (12 વર્ષ) પિતાની જેમ સાહસવૃત્તિ ધરાવે છે. આ વખતે નવું કરવાના ધ્યેય સાથે બંને નરેન્દ્ર મોદીને જન્મ દિવસની ભેટ આપવા 900 કિમી સ્કેટિંગ કરી વડનગરથી દિલ્હી જશે. એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા સાથે નીકળેલા બંને બાળકો વડનગરથી કર્મભૂમિ દિલ્હી સુધીની 900 કિમીની યાત્રા વેવબોર્ડની સાથે પૂરી કરશે. દિલ્હી પહોંચી PMના માતા હિરાબા સાથેનું પેઈન્ટિંગ અર્પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...