વડનગરના જમીન દલાલ પ્રવિણભાઈ પુંજનભાઈ રાવળે ત્રણ શખ્સોને આપેલા રૂ.86 લાખ વારંવાર ઉઘરાણી કરવા છતાં પાછા નહીં આપતાં ઊભી થયેલી આર્થિક સંકડામણને લીધે દોઢ મહિના અગાઉ વડનગરમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. સ્યુસાઇડ નોટમાં ત્રણ શખ્સોને આપેલા રૂ.86 લાખ પરત નહીં આવતાં આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ આધારે ત્રણ શખ્સો સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં નાસતા ફરતા મોમીન ઈસ્માઈલ (સોની) (રહે. કેસીમ્પા) અને મોમીન રોશનઅલી સુલેમાનભાઈ (રહે. રસુલપુર)ને વડનગર પીઆઈ બી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન.દેસાઈ સહિત સ્ટાફે મંગળવારે બપોરે વડનગરથી ઝડપી લીધા હતા. નોંધનીય છે આરોપીએ આગોતરા મૂક્યા હતા, જે કોર્ટે નામંજૂર કર્યા હતા. સમગ્ર પ્રકરણમાં ચૌહાણ રંગુસિંહ શિવસિંહ હજુ ફરાર હોઈ તેને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.