વડનગરમાં ટુરિઝમ વિભાગ દ્વારા ઐતિહાસિક દરવાજાના રિનોવેશન બાદ લાઈટીગ કરવા મુદ્દે મેન્ટેનન્સ અને બિલનુ બહાનુ કાઢી હાથ અધ્ધર કરી દીધા છે.તાજેતરમાં વડનગર આવેલા પ્રવાસન મંત્રીને ગેટ અને ફોર્ટ વોલ પર લાઈટીગ કરવા મુદ્દે રજૂઆત થતા તેમણે ખુલાસો માગતા ટુરિઝમ વિભાગે પાલિકાને મેન્ટેનન્સ,બિલ, તોડફોડની જવાબદારી લો તો જ લાઈટ થાય તેવો પત્ર લખી જવાબ માગ્યો છે.
વડનગર અમતોલ દરવાજાથી નદીઓળ દરવાજા સુધી વીજ થાંભલા નખાયા છે.પણ હજુ સુધી લાઈટની વ્યવસ્થા કરાઈ નથી.તેમજ દરવાજાની અંદર પણ પ્લેટો નાખી છે.ટેન્ડરમાં હોવા છતાં પણ ટુરિઝમ દ્રારા લાઈટીગ ન કરાતા વડનગરની મુલાકાતે આવેલા પ્રવાસનમંત્રી જવાહર ચાવડાને સદસ્યો દ્રારા રજુઆત કરતા તેમણે ટુરિઝમના અધિકારીનો ઉધડો લઈ ખૂલાસો માગ્યો હતો.
આથી ટુરિઝમના ઝોનલ એન્જીનિયરે પાલિકાને લેખિત પત્ર લખી મેન્ટેનન્સ, સારસંભાળ, તોડફોડ સહિતની જવાબદારી લો તો લાઈટ ચાલુ થશે.જોક કોઈ લાઈટ ચોરી જાય તો કોણ જવાબરદાર, બિલ કોણ ભરશે અને મરામતની જવાબદારી કોની સહિત મુદ્દે લેખિત બાંહેધરી માગી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.