લોકાર્પણ:સાહિત્ય, કલા, દાર્શનિક, શિક્ષણ પ્રત્યે અભિમાન અને સ્વાભિમાન હોવું જોઈએ : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

વડનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડનગર નવોદય વિદ્યાલયમાં 4.61 કરોડના ખર્ચે નવનિર્મિત હોલનું લોકાર્પણ

કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે વડનગર જવાહર નવોદય વિદ્યાલયમાં રૂ.4.61 કરોડના ખર્ચે નવનિર્મિત હોલનું શનિવારે લોકાર્પણ કરાયું હતું. ત્યાર બાદ વડનગરમાં થઈ રહેલા કામોની મુલાકાત લીધી હતી. મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, સાહિત્ય, કલા, દાર્શનિક, શિક્ષણ પ્રત્યે અભિમાન અને સ્વાભિમાન હોવું જોઈએ. હું અહીં 2500 વર્ષ જૂની સંસ્કૃતિમાં આવ્યો છું, અહીં નવોદય વિદ્યાલયના યુવાનોમાં હું નરેન્દ્ર મોદી જોઈ રહ્યો છું.

મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉમેર્યું કે, નવી શિક્ષણ નીતિ ભારતની અનેક ભાષામાં સંપર્ક કરવામાં મદદરૂપ થશે તથા નવી પેઢીને નવી શિક્ષણ નીતિ દ્વારા તૈયાર કરવામાં આવશે. આપણા બધા માટે એકતા જ મહત્વની છે. અહીં બુદ્ધ, જૈન સંસ્કૃતિના દર્શન થાય છે. વિદેશના પ્રવાસીઓ પણ અગાઉ અહીં આવેલા છે.

સરકાર દ્વારા જવાહર નવોદય માટે બહુઉદ્દેશીય બિલ્ડિંગ બનાવવા ડિસેમ્બર 2017માં રૂ.4,61,57,000 ફાળવાયા હતા. આ હોલ અંદાજે 560 વિદ્યાર્થીઓને ઉપયોગી થવાની ક્ષમતા છે. આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ, પાલિકા પ્રમુખ, તા.પં. પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, મુખ્ય સચિવ પંકજકુમાર, અગ્રસચિવ એસ.જે.હૈદર, SP અચલ ત્યાગી હાજર રહ્યા હતા.

વડનગરમાં ઐતિહાસિક સ્મારકોની મુલાકાત લીધા બાદ મંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી. હાટકેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં હતા. ત્યાર બાદ કિર્તીતોરણ, શર્મિષ્ઠા તળાવ, વોચ ટાવર, પ્રેરણા પ્રોજેક્ટ, બુદ્ધ મોનેસ્ટરી, મ્યૂઝિયમ સાઈટ અને રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. પીઅમની ચાની કિટલીની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...