તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:શાહપુરમાં જોગણી માતાના મંદિરમાંથી સોનાના છત્તર સહિત 1.36 લાખની ચોરી

વડનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંદિરના દરવાજાનો નકૂચો તોડી સોના-ચાંદીના આભૂષણો, રૂ.5000 રોકડની ચોરી

વડનગર તાલુકાના શાહપુર ગામે જોગણી માતાના મંદિરના દરવાજાનો નકૂચો તોડી તસ્કરો સોનાના છત્તર, ચાંદીના છત્તર, રૂ.5000 રોકડ સહિત રૂ. 1.36 લાખની મત્તા ચોરી ગયા હતા. મંદિરના પૂજારીએ 14 દિવસ બાદ શનિવારે ફરિયાદ નોંધાવી હતી.

ગત 7 માર્ચે શાહપુરના જોગણી માતાના મંદિરના દરવાજાનો નકૂચો તોડી તસ્કરો માતાજીના સોનાના 2 છત્તર, ચાંદીના 10 મોટા અને નાના છત્તર, રૂ.5000 હજાર રોકડ મળી કુલ રૂ.1.36 લાખની મત્તા ચોરી ગયા હતા. 8 માર્ચે પૂજા કરવા આવેલા કમલેશભાઈ રાવલે દરવાજાનો નકૂચો તૂટેલો જોતાં મંદિરમાં તપાસ કરતાં માતાજીના આભૂષણો સહિતની ચોરી થયેલી હોઇ ગામના અગ્રણી જયંતીભાઈને જાણ કરી હતી. બીજીબાજુ, માતાજીના ચોરાયેલા આભૂષણોની ગુપ્તરાહે તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં કમલેશભાઈ રાવલે શનિવારે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ હાથ ધરાઇ છે.

ચાર દિવસ અગાઉ રાજપુર રોડ પરના મંદિરની દાનપેટી ચોરાઈ હતી
વડનગરમાં ચોરો ફરી સક્રિય થયા છે. ચાર દિવસ અગાઉ વડનગરના રાજપુર રોડ પર આવેલા શંભુ મહાદેવના મંદિરના દરવાજાનું તાળું તોડી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો