વડનગરના સિપોરના મહેશજી ઠાકોર નામના અપહ્યત યુવાનની હત્યા કરનારા આરોપીઓની એલસીબીએ ધરપકડ કરી વડનગર પોલીસને સોંપ્યા હતા.આથી વડનગર પોલીસે 6 આરોપીઓને વડનગર કોર્ટમાં રજુ કરી 14 દિવસના કોર્ટ માગતાં કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.કોર્ટે ક્રૂરતાનો ગંભીર કેસ ગણી 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું સરકારી વકીલ હસમુખભાઈએ જણાવ્યું હતું. પરિવારને યુવાનની પત્ની પર પહેલેથી જ શંકા હોઈ પોલીસને જાણ કરતાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો અને પત્નીને પતિનું કાસળ કાઢવા પ્રેમી સાથે મળી 2 મહિના અગાઉ પ્લાન બનાવ્યો હતો.
સિપોરના મહેશજી ઠાકોર નામના યુવાનની ગત 26 મેના રોજ બપોરે ત્રણ વાગે ખટાસણાની સીમમાંથી બરફના ગોળા બનાવવાનું કહી ત્રણ અજાણ્યા શખ્સો ગાડીમાં અપહરણ કરી ગયા હતા. જેમાં મૃતકની પત્ની મંજીબેન ઠાકોરે પ્રેમી નૂરમહંમદની મદદથી અન્ય શખ્સો પાસે હત્યા કરાવી હોવાનું ખુલ્યું હતુ. આ કેસમાં એલસીબીએ ગાડીના ડ્રાઈવર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી હતી.તપાસ અધિકારી બી.એમ.પટેલે 6 આરોપીઓનો કબજો મેળવી કોર્ટમાં રજુ કરતાં જજ કે.પી.કડીવારે અતિગંભીર ગુનો ગણી 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પ્લાનઃ પતિને મારવા પત્નીએ પ્રેમી સાથે મળી બે મહિના અગાઉ હત્યાનો પ્લાન બનાવ્યો હતો
મૃતક યુવાનની પત્ની મંજીબેન ઠાકોરને રસુલપુરના નૂરમહંમદ સાથે પ્રેમ હોઈ પતિ આડખીલી બનતો હોઈ તેની હત્યા કરવાનો બે મહિના અગાઉ પ્લાન બનાવ્યો હતો.ત્યાર બાદ અંબાજીની ચાંદબીબીની મદદથી અપહરણનો પ્લાન બનાવી હત્યાને અંજામ આપ્યો હતો.
સિપોર,રસુલપુર,સદીકપુરમાં બંદોબસ્ત યથાવત
આ હત્યામાં રસુલપુરનો લઘુમતી યુવાન સામેલ હોવાનું સામે આવતાં સીપોરના લોકોમાં રોષની લાગણી છવાઈ છે.કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.હાલમાં ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ છે.આ ઉપરાંત રસુલપુર અને સદીકપુરમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
જપ્ત કરેલ મુદ્દામાલ
ફરાર આરોપીઓ
પકડાયેલા આરોપીઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.