કાર્યવાહી:દાગીના ચમકાવવાના બહાને ચાંદી સેરવી લેનારો ઝડપાયો

વડનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડનગરમાં અમદાવાદના ઠગે મહિલાના કડલામાંથી 264 ચાંદી સેરવી લીધી હતી

વડનગરની સીમમાં ઈંટવાડામાં મજૂરી કરતી મહિલાને સોના ચાંદીના દાગીના ચમકાવી આપવાનું કહી ચાંદીના કડલામાંથી 264 ગ્રામ ચાંદી સેરવી લેનારા અમદાવાદના શખ્સને ઝડપી પોલીસે ગુનો નોંધ્યો છે.

વડનગરની સીમમાં ઈંટવાડામાં મજૂરી કામ કરતી રાજસ્થાનના શારદાબેન ભરતભાઈ વડેરા પાસે બુધવારે સવારે અમદાવાદના જૂના વાડજ પાસે રહેતો સોની પીન્ટુ ગરીભાઈ આવી સોના ચાંદીના દાગીના ધોઈ ચમકાવી આપું છું. તેમ કહી મહિલાને વિશ્વાસમાં લઈ ચાંદીના 400 ગ્રામ વજનના કડલાં ધોવા લીધા હતા. જેના પર કંઈ પદાર્થ લગાવતાં કડલાં કાળા પડી જતાં તેને સાફ કરી 263 જેટલી ચાંદી ઉતારી લીધી હતી. મહિલા પાસે કડલાં આવતાં પાતળા થઈ જતાં તેમને શક જતાં પોલીસને જાણ કરતાં પોલીસે શખ્સનો કબજો લઇ જવેલર્સ પાસે જઈ કડલાનું વજન કરાવતાં ઓછું વજન જણાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...