તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆતનું પરિણામ:વડનગરથી વિસનગર સુધીના માર્ગનું રૂ.14 કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરાયું

વડનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગરથી વલસાણા ચોકડી સુધી 19 કિ મી.અને સતલાસણા સીટીમાં બે કિમી રોડનું રિસફેસિંગ થશે
  • રજૂઆતનું પરિણામ, સાત વર્ષ બાદ નવો રોડ બનતાં વાહન ચાલકોમાં આનંદ

વિસનગરથી વડનગર વે વેઇટ (વલાસણા) ચોકડી સુધી 19 કિ.મી સુધી રોડનું રૂ.14 કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરાયું છે. માર્ગ બન્યા પછી સાત વર્ષે નવીનીકરણ હાથ ધરવામાં આવતાં વાહનચાલકોમાં અાનંદની લાગણી છવાઈ છે.વિસનગર વડનગર સુધીનો રોડ બન્યા પછી જર્જરિત બનતાં આ વિસ્તારના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, આશાબેન પટેલ અને અજમેલજી ઠાકોર દ્વારા સરકારમાં પેવરકામની માંગણી કરતાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે મંજુર કરતાં કામગીરી શરૂ કરાઈ હતી.

તેમ આરએન્ડબીના ઈજનેર મુકેશભાઈઅે જણાવ્યું હતુ. હાલ આ માર્ગનું વિસનગરથી વડનગરની વે-વેઇટ ચોકડી સુધી આશરે 19 કિ.મી. સુધી કામગીરી શરૂ કરાઈ છે. ત્યાર બાદ સતલાસણા સીટીમાં બે કિ.મી.માર્ગનું પણ સમારકામ હાથ ધરવામાં આવશે. તેમ સેકશન ઓફિસર જલપીતભાઈએ જણાવ્યું હતુ. જો વરસાદ અવરોધ નહીં બને તો એકાદ મહિનામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...