તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વડનગરના શોભાસણની સીમમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી, માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યાની શંકા

વડનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘટના બાદ પતિ ફરાર હોઇ તેની સામે શંકાની સોય

વડનગર તાલુકાના શોભાસણ ગામની સીમમાં શુક્રવારે રાત્રે રાજસ્થાની મહિલાની હત્યા કરાયેલી લાશ છાપરામાંથી મળી આવતાં ચકચાર મચી છે. મહિલાના માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરાઈ હોવાની શંકા સેવાઈ રહી છે. જોકે, હત્યા કોણે કરી તેને લઈ તર્ક-વિતર્ક ખડા થયા છે.શોભાસણ ગામની સીમમાં રાજસ્થાનની મહિલા રશ્મિબેન નવુભાઈ કથોડી પતિ સાથે રહી મજૂરી કરી જીવન ગુજારતી હતી. શુક્રવારે રાત્રે આ મહિલાની તેના છાપરામાં હત્યા કરાયેલી લાશ મળી આવતાં પીએસઆઈ ડી.એન. વાઝા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ વડનગર સિવિલમાં પીએમ કરાવી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

પતિ હાજર ન મળતાં રહસ્યઆ મહિલાની હત્યાને લઈ રહસ્ય સર્જાયું છે. પતિ સાથે મજૂરી કરતી આ મહિલાની હત્યા બાદ પતિ હાજર ન મળતાં તેની સામે પણ શંકાની સોંય તકાઈ રહી છે. હાલ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...