રોડના કામમાં વેઠ:વડનગર લાયબ્રેરીનો 1 કરોડના ખર્ચે 7 મહિના પહેલાં જ બનેલા રોડની કાંકરીઓ ખરવા લાગી

વડનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના દંડકે રોડના કામમાં વેઠ ઉતારાઈ હોવા મુદ્દે ઉચ્ચકક્ષાએ કરી હતી

વડનગરમાં લાયબ્રેરીથી પશુદવાખાના સુધીના એક કરોડના ખર્ચે બનેલા 500 મીટર રોડ 7 માસમાં જ તૂટવા લાગતાં પાલિકાના દંડકે જ ઉચ્ચકક્ષાએ કરેલી રજૂઆત બાદ બુધવારે પ્રાદેશિક આ રોડની કામગીરી હલકી કક્ષાની થતાં રોડ પરની સરફેશ ઉપરથી કાંકરી ઉખડવાનું ચાલુ થઈ ગયું હતુ. ભાજપના નગરસેવક અને દંડક વિનોદભાઈ પટેલે અધિકારીઓને વારંવાર મૌખિક રજૂઆત કરી હતી. આ ઉપરાંત 30.07.2021 અને 30.10.2021ના રોજ મિટિંગમાં પણ રોડ હલકીકક્ષાનો થતો હોવાની રજૂઆત કરી હતી.

છતાં અધિકારીઓ કામગીરી બરોબર થાય છે અમે ટેસ્ટીંગ કર્યું છે. કહી વાત ધ્યાને લીધી ન હતી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી ભ્રષ્ટાચાર આચરી કામમાં વેઠ ઉતારી છે. દંડકે કોર કટિંગ ટેસ્ટ કરવા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કચેરી ગાંધીનગર 19.12.ના રોજ રજૂઆત કરી હતી. 13 એપ્રિલે અધિકારીઓ દ્વારા રોડના કામની તપાસ હાથ ધરાઈ હતી.ટાઉનહોલ ખાતે 2 જાન્યુઆરીએ પદાધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ સહિતની હાજરીમાં લોકાર્પણ કરી સરકારની વાહવાહ કરાઈ હતી.

ધારાસભ્ય આશાબેનની રજૂઆત ધ્યાને લેવાઈ ન હતી
વડનગરમાં ચાલતા વિકાસ કામોમાં ખાયકી મુદ્દે ઊંઝાના ધારાસભ્ય સ્વ ર્ડા. આશાબેને પટેલે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા તે દરમિયાન ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.તેમ છતાં કામોની તપાસ થઈ ન હતી.

રિપોર્ટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે : સીઓ
આ અંગે ચીફ ઓફિસર મનોજભાઈએ જણાવ્યું હતુ કે જ્યારે આ રોડ બન્યો ત્યારે મારી ફરજ ન હતી.આ રોડ મુદ્દે દંડકની થયેલી રજૂઆત બાદ ગાંધીનગર કચેરી દ્વારા તપાસ હાથ ધરાઈ છે.જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...