દિવ્યાંગોના ચહેરા ઉપર ખુશી:દિવ્યાંગોને પગ મળ્યા, ગદગદિત સ્વરે બોલ્યા, હવે અમારા પગે ચાલીશું

વડનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવ્યાંગોના પગમાં જયપુર ફૂટ ફીટ કરાતાં ચહેરા પર સ્મિત રેલાયું - Divya Bhaskar
દિવ્યાંગોના પગમાં જયપુર ફૂટ ફીટ કરાતાં ચહેરા પર સ્મિત રેલાયું
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વડનગરમાં જયપુર ફૂટ દ્વારા 71 દિવ્યાંગોને પગ લગાવાયા

વડનગરમાં પીએમ મોદીના જન્મદિવસે જયપુર ફૂટ દ્વારા 71 દિવ્યાંગોને પગ લગાવાયા હતા. દિવ્યાંગોને પગ મળતાં જ ગદગદ સ્વરે બોલી ઊઠ્યા કે હવે અમે અમારા પગે ચાલીશું. ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં દિવ્યાંગોને પગ લગાવાયા હતા.

જયપુર ફૂટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરથી તેમના જન્મદિવસે યાત્રા શરૂ કરી દેશના દરેક ખૂણે દરેક દિવ્યાંગને દરવાજે પહોંચવાની પહેલ કરી છે. આ માટે તૈયાર કરેલ મોબાઇલ વાનનું 14મી સપ્ટેમ્બરે વર્ચુઅલ ઉદ્ઘાટન કરાયું હતું. ફૂટના સ્થાપક બી.આર. મહેતા તેમજ જયપુર ફૂટ યુએસએ ચેરમેન પ્રેમ ભંડારી, દામોદરદાસ મૂલચંદદાસ મોદી સેવાશ્રમ તેમજ ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા દ્વારા ટાઉનહોલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગોને જયપુર ફૂટ લગાવી અપાયા હતા. પગ લાગતાં જ દિવ્યાંગોના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઇ હતી.

આ અંગે પ્રેમ ભંડારીએ ટેલિફોનિક જણાવ્યું કે, આગામી સમયમાં અમારી સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતમાં આ કેમ્પ કરવાના પ્રયાસ કરીશું. ગુજરાતના દરેક દિવ્યાંગને પગ લગાવવા પ્રયાસ કરીશું. કાર્યક્રમમાં ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલ, સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, પાલિકા પ્રમુખ જાગૃતિબેન વ્યાસ, વસંત રાવલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુનિલભાઈ મહેતા, વિષ્ણુભાઈ ચૌધરી, જશુભાઈ ચૌધરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વગેરે હાજર રહ્યા હતા.

મારે હવે બીજાની મદદ લેવી નહીં પડે
વિસનગરના વતની અને સિવિલ એન્જિનિયર યોગેશ રતિલાલ નાયકે જણાવ્યું કે, મારા બે પગ આવી ગયા હોય તેવો અનુભવ થાય છે. હવે લોખંડ ચેક કરવા ધાબા ઉપર ચડવા બીજાની મદદ લેવી પડશે નહીં. દિવ્યાંગ ડાહ્યાભાઈ કહ્યું કે, પગ લાગ્યા પછી કામમાં સરળતા રહેશે. બીજાની મદદ લેવાની જરૂર નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...