તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર્સ:કોવિડ-19ની ફરજમાં દંપતી સંક્રમિત થતાં બે વર્ષના પુત્રને મામાના ઘરે મુક્યો,સાજા થતાં ફરી ફરજ ઉપર

વડનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડનગરની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ દંપતીની ફરજનિષ્ઠા

વડનગર કોવિડ હોસ્પિટલમાં ફરજ દરમિયાન પોઝિટિવ આવેલા દંપતી બે વર્ષના પુત્રને મામાના ઘરે મુકી હોમ આઈસોલેશન થયા હતા. ત્યાર બાદ સ્વસ્થ થતાં ફરજ પર હાજર થઈ ગયા હતા. વિપુલભાઈ અને તેમના પત્ની મીરલબેન બંને વડનગર કોવિડ હોસ્પિટલમાં સાથે ફરજ બજાવે છે.

ફરજ દરમિયાન પહેલાં વિપુલભાઈ પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્ની પણ પોઝિટિવ આવતાં બંને હોમ આઈસોલેશન થઈ તેમના બે વર્ષિય શ્રીહાનને મામાના ઘરે મૂકી આવ્યા હતા. આ અંગે વિપુલભાઈએ કહ્યું કે, મને અગાઉ કોરોના ચેપ લાગ્યો હતો. પરંતુ હું સારો થઈ ગયા બાદ મારી પત્ની પણ ઝપટમાં આવી ગઈ હતી. સારવાર લીધા બાદ બંને સાજા થઈ પાછા ફરજ પર ચઢી ગયા હતા. નોંધનીય છે કે, વડનગર કોવિડમાં 200માંથી 20 નર્સિંગ સ્ટાફ સંક્રમિત થયો છે.

અન્ય સમાચારો પણ છે...