શોધખોળ:શોભાસણની સીમમાં ઝાડ પર ફાંસો ખાધેલી મહિલાની લાશ મળી આવી

વડનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષ અગાઉ છૂટાછેડા બાદ ટેન્શનમાં રહેતા હતા
  • 7 જૂને ઘરેથી નીકળી ગયા બાદ ગુરુવારે લાશ મળી

વડનગર તાલુકાના શોભાસણ ગામની સીમમાંથી ગુરુવારે સવારે પેઢામલી ગામની 40 વર્ષિય મહિલાએ ઝાડ સાથે દોરી બાંધી ગળા ફાંસો ખાઈ આપઘાત કરતાંપોલીસે મહિલાના ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

ખેરાલુ તાલુકાના ચોટિયા ગામે પરણાવેલા કાન્તાબેન દેવીપૂજકના એક વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ગયા બાદ તેઓ પિયર પેઢામલી ગામે રહેતા હતા.છૂટાછેડા થઈ ગયા બાદ તેઓ ટેન્શનમાં રહેતા હોઈ ઘરેથી નીકળી જતા હતા.તેઓ ગત 7 જૂનના રોજ ઘરેથી નીકળી ગયા બાદ પરત આવ્યા ન હતા.આથી પરિવારે શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ મહિલાનો પત્તો લાગ્યો ન હતો.આ દરમિયાન ગુરુવારે સવારે શોભાસણની સીમમાં ઝાડ સાથે લટકતી હાલતમાં ફાંસો ખાધેલી લાશ મળતા પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના ્થળે પહોંચી લાશનો કબજો મેળવી વડનગર સિવિલમાં પીએમ કરાવી લાશ પરિવારને સોંપી હતી.મૃતકના ભાઈ ભરતભાઈએ ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...