2500 વર્ષ અગાઉ વડનગરમાં રાજા મહારાજાઓના સમયમાં કેવી અભેદ્ય સુરક્ષા હતી તેની સાક્ષી પૂરતી પરીખા (એક પ્રકારની ખાઈ જેવું સ્ટ્રકચર) મળી આવ્યું છે. જેને પાર કરવું એટલે મોતને આમંત્રણ આપવા બરોબર ગણાતું. નગરની ફરતે કોટ આગળ 4 કિમીના એરિયામાં સુરક્ષાકવચ બનાવ્યું હતું. 24 કલાક પાણીથી ભરેલા આ પરીખા સમગ્ર નગરની ફરતે હતી. મરડિયો અને ચીકણી માટીથી ભરેલી આ પરીખામાં મગરમચ્છ અને ઝેરી સાપ છોડવામાં આવતા, આથી કોઇ હુમલાખોર આ અભેદ્ય સુરક્ષા કવચ પસાર કરી શકે નહીં.
વડનગરમાં અમરથોળ દરવાજા નજીક બુર્જ મળી આવ્યા બાદ વધુ ઉત્ખનન કરતાં અલગ પ્રકારની બનાવેલી સુરક્ષા કવચના મહત્વના પુરાવા મળી રહ્યા છે. 12 થી 15 ફૂટ ઊંડી અને 20 થી 25 ફૂટ પહોળી પરીખા મળી રહી છે. જ્યાં હજુ પણ પાણી છે. વડનગરમાં સૌપ્રથમ વસવાટ કરવા આવેલા પ્રિમોર્ય પિરિયડના લોકોએ તેમની સુરક્ષા માટે આજની અત્યાધુનિક સિક્યુરિટીની જેમ સુરક્ષાકવચ બનાવ્યા હતા.
નગર યોજનાના ભાગરૂપે બનાવાઈ હતી આ પરીખા
પુરાતત્વ વિભાગના સૂત્રો અને નિવૃત અધિકારીના જણાવ્યા મુજબ મુજબ, નગર યોજનાના ભાગરૂપે આ પ્રકારની સુરક્ષા કવચ બનાવાયું હતું. વડનગરની વાત કરીએ તો 4 કિમીના ઘેરાવામાં આવી પરીખા આવેલી છે. જે 12 થી 15 ફૂટ ઊંડી અને 20 થી 25 ફૂટ પહોળી છે. નગરની સુરક્ષા માટે બનાવેલી પરીખા એક પાણીથી ભરેલી અને બીજી માટીથી ભરેલી બનાવાતી હતી. રેતીથી ભરેલી ખાઈમાંથી કોઈ દુશ્મન પસાર થાય તો તેને દૂરથી જોઈ શકાય. આ પ્રકારની પરીખા ઉત્તર પ્રદેશમાં હોવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.