સારવાર:3 વર્ષથી પથારીવશ વૃદ્ધાના થાપાના ગોળાનું વડનગર સિવિલમાં સફળ ઓપરેશન થયું

વડનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુના સાગથળાના વૃદ્ધા પડી જતાં થાપાનો ગોળો તૂટી ગયો હતો
  • તબીબોની મહેનતથી ઓપરેશનના ત્રણ દિવસમાં જ વૃદ્ધા ચાલતા થયા

ખેરાલુ તાલુકાના સાગથળા ગામના ત્રણ વર્ષથી પથારીવશ 62 વર્ષીય વૃદ્ધાના થાપાના ગોળાનું જટીલ ઓપરેશન વડનગર સિવિલમાં સફળ રીતે કરાયું હતું. સાગથળા ગામના સાવિત્રીબેન કનુભાઈ બારોટ 3 વર્ષ પહેલાં પડી જતા જમણા પગના થાપાનો ગોળો તૂટી ગયો હતો. આથી પથારીવશ હતા. પરિવારે બહુ પ્રયાસો કર્યા પણ ઓપેરેશન સફળ જતું નથી તેમજ વૃદ્ધાવસ્થાને કારણે તબીબો પણ ઓપેરેશન કરાવવાથી ડરતા હતા.

આ દરમ્યાન તેમના સંબંધી ચેતનભાઈ દ્વારા પરિવારજનો તેમજ સાવિત્રીબેનને વડનગર સિવિલ હોસ્પિટલ લાવી મદદનીશ પ્રાધ્યાપક ડૉ.યશ દેસાઈને બતાવ્યું, જ્યાં તેમણે ખાતરી આપી કે થાપાના ગોળાનું ઓપેરેશન કરાશે અને તે સફળ પણ થશે.ઓપેરેશનના ત્રીજા દિવસે ચાલતા થયા અને ડોક્ટરે પણ ખાતરી આપી કે 15 થી 30 દિવસમાં સરળતાથી ચાલતા થઇ જશે.

મેડિકલ કોલેજના ડીન ડૉ. રામાવત અને સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ વૃદ્ધાનું ઓપરેશન કરાયું હતું. સુત્રો મુજબ, હવે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે આર્થોપેડિક વિભાગમાં દરેક પ્રકારના જટીલ ઓપરેશન તથા સાંધા બદલવાના ઓપેરેશન પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ તદ્દન મફત થાય છે. ઘરઆંગણે જ સિવિલમાં આવી સારવાર મળી રહેતાં તાલુકાની ગરીબ પ્રજાને આશીર્વાદરૂપ સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...