લોક દરબાર:વડનગરમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યા નિવારવા કડક પગલાં લેવાશે: એસપી

વડનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથકે લોક દરબાર યોજાયો, હોમગાર્ડ વધારવા રજૂઆત

વડનગર પોલીસ મથકે બુધવારે એસપીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં ટ્રાફિક અને હોમગાર્ડ જવાનો વધારવા રજૂઆત થતાં એસપીએ ખાતરી આપી હતી. જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીની અધ્યક્ષતામાં બુધવારે વડનગર પોલીસ મથકે લોકદરબાર યોજાયો હતો.

જેમાં અનેક મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેનું ઝડપથી નિરાકરણ આવે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવાયું કે જેતે માણસો ગેરકાયદેસર પ્રવૃતિમાં સંકળાયેલ છે તેમની સામે ચાંપતી નજર રાખવા આવ છે કાર્યવાહી કરવામાં આવી છે.વડનગર પોલીસ સ્ટેશનમાં યોજાયેલ લોક દરબારમાં વડનગર પાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઈ,શહેર ભાજપ પ્રમુખ રાજુ ભાઈ મોદી,પૂર્વ પ્રમુખ ગેમરજી ઠાકોર,તાલુકા પ્રમુખ પરેશ પટેલ,એન ડી ચોધરી,જીગર પટેલ. તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...