તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર યથાવત:વડનગર કોવિડ હોસ્પિટલમાં હજુ પણ 30-35નું વેઇટિંગ

વડનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડનગરની કોવિડ હોસ્પિટલમાં હજુ પણ 30 થી 35 દર્દીઓનું વેઈટિંગ રહેતાં હોસ્પિટલની બહાર 108 એમ્બ્યુલન્સની લાઈન લાગી છે. 108ના કર્મચારીઓ એમ્બ્યુલન્સમાં જ દર્દીને ઓક્સિજન સહિતની સારવાર આપી રહ્યા છે. તો હોસ્પિટલના તબીબો પણ અવારનવાર ચેકિંગ કરી રહ્યા છે.

આ અંગે 108ના ઈમટીએ કહ્યું કે, 108ને બે બોટલ મળે છે. જેમાં 90 લિટર ઓક્સિજન તેમજ જરૂરી દવા હોય છે. જેથી દર્દીને અહીં જ પ્રાથમિક સારવાર મળી રહેતાં ઓક્સિજન લેવલ પણ જળવાઈ રહે છે. કોવિડ દર્દીને બને ત્યાં સુધી 108ની સેવા લેવા અનુરોધ છે, જેથી પ્રાથમિક સારવાર મળી રહે. દરમિયાન, વડનગર કોવિડ હોસ્પિટલમાં કોરોનાના 9 દર્દી સાજા થતાં રજા અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...