મહોત્સવ ઉજવાશેે:વડનગર સ્વામિનારાયણ મંદિરે ષષ્ઠીપૂર્તિ મહોત્સવ ઉજવાશેે

વડનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતો-મહંતોની હાજરીમાં વિજય સ્તંભની સ્થાપના કરાઈ

આગામી 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી વડનગર સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજનો પાંચ દિવસીય ષષ્ઠીપૂર્તિ મહોત્સવ ઉજવાશે. ગુરુકૂળ નજીક યોજાનારા આ મહોત્સવની તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે. સોમવારે સંતો- મહંતોની હાજરીમાં વિજય સ્તંભની સ્થાપના કરાઈ હતી.

વડનગર નરનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજનો ષષ્ઠીપૂર્તિ મહોત્સવ 9 થી 13 જાન્યુઆરી સુધી નરનારાયણ દેવની ગાદી અમદાવાદના ધર્માચાર્ય પ.પૂ.આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા સમસ્ત ધર્મકૂળના આશીર્વાદથી અને વડનગર મંદિરના મહંત શાસ્ત્રી નારાયણ વલ્લભદાસજી તથા કોઠારી શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશદાસજીના માર્ગદર્શન મુજબ ધામધૂમથી ઉજવાશે.

આ મહોત્સવ પૂર્વે સોમવારે મુખ્ય યજમાન પ.ભ.અ.નિ. નાનાલાલ ફૂલચંદદાસ તથા સહ યજમાન પ.ભ.અ.નિ. મોદી હરિભાઈ શામળદાસના યજમાન પદે સંતો-મહંતોની હાજરીમાં ગુરુકૂળની બાજુમાં વિજય સ્તંભની સ્થાપના કરાઇ હતી. મહોત્સવને સફળ બનાવવા હરિભક્તો સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...