શ્રદ્ધાંજલિ:વડનગર સ્વામિનારાયણ મંદિરના સંત અક્ષરનિવાસી થતાં અગ્નિદાહ અપાયો

વડનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરેથી સદ્દગુરુ સ્વામી હરીપ્રસાદદાસજીની પાલખી યાત્રા નીકળી

વડનગર સ્વામીનારાયણ મંદિરના સંત અક્ષરવાસી થતાં હરિભક્તો દ્વારા ભગ્ન દ્રદયે અગ્નિદાહ અપાયો હતો.સદ્દગુરુ સ્વામી હરીપ્રસાદદાસજી ગુરૂ સ્વામી ભક્તિવલ્લભદાસજી રવિવારે સવારે 7:00 કલાકે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીહરિનું અખંડ સ્મરણ કરતાં 97 વર્ષે અક્ષરવાસી થયા છે.તેમની મંદિરેથી પાલખીયાત્રા નીકળી હતી. જેમા મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા હતા. ત્યાર બાદ તેમને મહંત શાસ્ત્રી સ્વામી નારાયણ વલ્લભ દાસજી તથા શાસ્ત્રી સ્વામી વિશ્વ પ્રકાશ દાસજી અને શાસ્ત્રી સ્વામી અભિષેક પ્રસાદ દાસજીએ મુખાગ્નિ આપ્યો હતો. તે સમયે સંતો હરિભક્તો એ જયજયકાર કરી દંડવત પ્રણામ કરી પ્રદક્ષિણા કરી હતી.

આ અંગે મહંત શાસ્ત્રી સ્વામી નારાયણ વલ્લભ દાસજીએ જણાવ્યું હતું કે તેઓ તપસ્વીની સાથે સાથે શાસ્ત્ર પુરાણના જ્ઞાતા હતા. તેમના નિધનને પગલે હરિભક્તોએ એક સાચા સંત ગુમાવ્યા છે.સ્વામી હરિ પ્રસાદદાસજીની શ્રદ્ધાંજલિ સભા 16 જાન્યુઆરી રવિવારે વડનગર ગુરુકુળના મેદાનમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...