ક્રાઇમ:વડનગર પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કર્યું, સગીરા સિદ્ધપુર ખળી ચાર રસ્તા પાસે મળી

વડનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડનગર તાલુકાના એક ગામની સગીરાનું પાટણના માઢપાટી સુણસરના શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે.9 ઓગસ્ટના રોજ રાત્રે સિદ્ધપુર ખળી ચાર રસ્તા પાસેથી મળી આવી હતી. સગીરા મળ્યા બાદ આપવીતી જણાવ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પોક્સો અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડનગર તાલુકાના એક ગામની સગીરાને 8 ઓગસ્ટના રોજ મૂળ પાટણના માઢપાટી સુણસરનો અને હાલ સિદ્ધપુરના ગાંગલાસણ ખાતે રહેતાં ઠાકોર હજુરજી હાથીજી લગ્નની લાલચ આપી ભગાડી ગયો જઈ દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઈ છે. સગીરાની માતાને જાણ થતાં ઠાકોર હજુરજી સામે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...