તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વડનગરમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન,9 કોંગી કાર્યકરોની અટક

વડનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંજૂરી વિન રેલી કાઢતાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ હતી. - Divya Bhaskar
મંજૂરી વિન રેલી કાઢતાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
  • મંજૂરી વિના રેલી કાઢતાં પોલીસે 9 અગ્રણીઓની અટકાયત કરી

વડનગરમાંં મોંઘવારી અને પેટ્રોલ ડીઝલમાં થઈ રહેલા વિરોધને લઈ કોંગ્રેસ દ્વારા જનચેતના આંદોલન શરૂ કરાયું છે. જે અંતર્ગત વડનગરમાં બુધવારે સવારે કોંગ્રેસ કાર્યકરો કોલેજ ચોકડી નજીક એકઠા થઈ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો.જોકે તંત્ર દ્વારા રેલીની મંજૂરી નહીં આપતાં પોલીસે કોંગ્રેસ કાર્યકરોને અટકાવ્યા હતા.જ્યાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી,તાલુકા કોંગ્રેસ પ્રમુખ,સહિત 9 અગ્રણીઓની અટકાયત કરી હોવાનું પીએસઆઈ ડી.એન.વાઝાએ જણાવ્યું હતુ.

આ અંગે મહેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે દેશમાં પેટ્રોલ,ડીઝલ , રાંધણ ગેસ,તેલ ,ખાતરના ભાવમાં વધારો દિન પ્રતિ દિન થઈ રહ્યો છે આમ જનતા ભોગ બની રહી છે.જેને લઈ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. નગરમાં શાંતિ રીતે વિરોધ કરવો હોય તો પણ આ સરકાર મંજૂરી આપતી નથી.ભાજપ સરકાર તાનાશાહી ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...